rajesh jethloja

rajesh jethloja

WELCOM

WELCOM


Saturday, 3 January 2015

જમીન સંપાદન કાયદાના સુધારો કરી બહાર પાડેલા ગેઝેટ

કેન્દ્રમાં ભાજપ સરકાર બન્યા બાદ તાજેતરમાંજ ૨૯-૧૨-૨૦૧૪ના રોજ નવા જમીન સંપાદન કાયદામાં સુધારો કરીને ગેઝેટમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે આ કાયદાને લઇને ગુજરાત ખેડૂત સમાજે લડતનું રણશિગું ફુંકવાની તૈયારીઓ શરૃ કરી દીધી છે. આજે પત્રકારો સાથેની વાતચીતમાં ગુજરાત ખેડૂત સમાજના મહામંત્રી જયેશ પટેલ (પાલ) અને દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે (દેલાડ) જણાવ્યા હતુ કે ૨૦૧૩માં પસાર થયેલો આ કાયદો ૧૮૯૪નાં અંગ્રેજો વખતના જમીન સંપાદન કાયદાના સ્થાને લાવવામાં આવ્યો હતો. અંગ્રેજોએ પસાર કરેલ કાયદા સામે મુખ્ય ફરિયાદ હતી કે નાગરિકોને ધ્યાનમાં નહી રાખતા ફક્ત અંગ્રેજી સરકાર અને અંગ્રેજી અધિકારીઓની સહુલિયત માટે ઘડવામાં આવ્યો હતો.કેન્દ્ર સરકારે તાજેતરમાં જ જમીન સંપાદન કાયદાના સુધારો કરી બહાર પાડેલા ગેઝેટને લઇને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતમાં જ વિરોધનો વંટોળ શરૃ થઇ ગયો છે. આ નવો કાયદો દેશને ખાનગી કંપનીઓના માલિકોના હાથમાં વેચી દેવાનો કારસો હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા.

જોકે તાજેતરમાં જમીન સંપાદન કાયદામાં સુધારો કરીને ગેઝેટ બહાર પાડવામાં આવ્યું છે તે અંગ્રેજી સરકારથી કઇ ઓછુ નથી. હોવાનું આ ખેડૂત અગ્રણીઓને જણાવ્યા હતુ નવા કાયદાનો અભ્યાસ કરી આક્ષેપો કર્યા હતા કે દેશના ખેડૂતોની લાશ પાડી દેવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર છે. હવે આ કાયદાથી ખાનગી હોસ્પિટલ અને ખાનગી શિક્ષણ સંસ્થાઓ જાહેર હિતની વ્યાખ્યામાં આવશે. તેમજ જ્યાં ખેડૂતો સારા પાક લે છે, તેવી જમીનો પણ સંપાદન થઇ શકશે. વળી પીપીપી (પ્રોજેક્ટ ફોર પ્રાઇવેટ પ્રોફિટ્સ) વાળા કોઇપણ પ્રોજેક્ટોએ ગ્રામસભાની મંજુરી લેવી પડશે નહીં.
એટલુ જ નહીં કાયદાની જોગવાઇનાં ભંગ થયો હોય તેવા કિસ્સામાં સરકારી અમલદાર સામે સરકારની પૂર્વ મંજુરી વગર ફોજદારી કાર્યવાહી થઇ શકશે નહીં.
ટૂંકમાં આ કાયદાથી દેશને ખાનગી કંપનીઓના માલિકોના હાથમાં વેચી દેવાનું ષડયંત્ર છે અને ગુજરાત ખેડૂત સમાજ આ કાયદો પરત ખેંચાવવા માટે પહેલા રાજ્ય વ્યાપી અને ત્યારબાદ જરૃર પડશે તો દેશ વ્યાપી લડત ચલાવતા પણ ખચકાશે નહીં. -

No comments:

Post a Comment

thanks for coment