rajesh jethloja

rajesh jethloja

WELCOM

WELCOM


Saturday, 6 September 2014

રાજકોટ : રાજકોટ શહેરમાં પોલીસની ઢીલી પડેલી પક્કડ અથવા તો લાલચ નીતિના કારણે શહેરમાં લુખ્ખાઓ, ગાઠીયા દાદાઓ શેરીઓ, ગલીઓમાં ઉભા થવા લાગ્યા છે. સામાન્ય બાબતમાં પણ સાગરીતોને બોલાવીને તોડફોડ કરવી, હુમલાઓ કરીને પોલીસના અસ્તિત્વ પર સવાલ ખડો કરી રહ્યાં છે. ચાર દિવસ પહેલાં કોટેચા ચોકમાં કાર ધારક સમીર પટેલ નામના યુવકને બાઈક સવાર પાંચ શખસોએ વાહન ટચ થઈ જવાની ઘટનામાં બેરહેમીથી મારમારી સરાજાહેર આતંક મચાવ્યાની ઘટનાના વિરોધમાં આજે અગ્રણીઓની આગેવાની હેઠળ કડવા પટેલ સમાજની ગુંડાગીરીને વખોળતા અલગ,અલગ લખાણ વાળા પ્લેકાર્ડ સાથે અગ્રણીઓની આગેવાની હેઠળ રેલી નીકળી હતી. હુમલાખોરોને સત્વરે પકડી કડક હાથે કામ લેવા પોલીસ કમિશનર પાસે માગણી કરાઈ હતી. કોટેચા ચોક ખાતે લુખ્ખાગીરી, ગુંડાગીરી વિરોધી સુત્રોચ્ચારો પોકારી રસ્તારોક આંદોલનની માફક ધરણા કરાયા હતા. ગુંડાગીરી બંધ કરો લુખ્ખાઓને ઝેર કરો, રાજકોટની શાંતિ હણનારાઓની શાન ઠેકાણે લાવો, ગુંડાઓથી પોલીસ શા માટે ડરે છે ?,જાગો પોલીસ હવે તો જાગો લોકોનો ભરોસો ન તોડો, દંડા ઉઠાવો પોલીસ વાળા બંધ થશે લુખ્ખાઓની બોલબાલા સહિતના પ્લેકાર્ડ સાથેની કોટેચા ચોકમાંથી રેલી પગપાળા સી.પી.કચેરીએ પહોંચી હતી. જ્યાં ભાજપના પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ, મનપાના શાસક પક્ષના નેતા કાંતિભાઈ ઘેટીયા સહિતનાઓએ પોલીસ કમિશનરને હુમલાના બનાવ તેમજ શહેરમાં જે લવરમુછીયાઓની ગેંગ ઉભી થઈ રહી છે તે સમગ્ર સમાજ માટે ખતરારૃપ છે આવી ગેંગને ઉગતી જ ડામી દેવા માગણી કરાઈ હતી. ભાજપના જ શાસનમાં ભાજપના જ બે અગ્રણીઓએ કાયદો વ્યવસ્થા અંગે આજે રજૂઆત કરવી પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હવે પોલીસ પણ લુખ્ખાઓ સામે લાલ આંખ કરવા લાગી છે જેનુું ઉદાહરણ ટ્રાન્સપોર્ટરો પરના હુમલા, લૂંટની ઘટના છે. જો ભાજપ અગ્રણીઓ વહેલા જાગ્યા હોત તો શહેરમાં આવા અનેક બનાવો બનતા અટકાવી શક્યા હોત એવી ચર્ચા વહેતી થઈ હતી.

No comments:

Post a Comment

thanks for coment